Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : શહેરાથી ગોધરા આવી રહેલ છકડો પલટી ખાતા 12 લોકોને થઈ ઇજા

પંચમહાલ : શહેરાથી ગોધરા આવી રહેલ છકડો પલટી ખાતા 12 લોકોને થઈ ઇજા
X

પંચમહાલ જિલ્લાના શહેરાથી ગોધરા તરફથી મુસાફરો ભરીને જઈ રહેલ છકડો પલટી મારતા એક બાળક સહિત બાર લોકોને ગંભીર પ્રકારે ઈજાઓ પહોંચી હતી જેમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છ જેટલા લોકોની વધારે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા.

આજરોજ શહેરા તાલુકાના પસનાલ અને બાહી ચોકડી વચ્ચે મુસાફરો ભરીને આવી રહેલી છકડો ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા છકડો ગાડી રોડની સાઈડમાં ખાબકતા 12 જેટલા મુસાફરોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 108માં લાવવામાં આવ્યા હતા. જ્યાં છ જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાના કારણે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકાના પસનાલ અને બાહી ચોકડી પાસે થયેલા અકસ્માતમાં જે મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ છે તે મુસાફરો દિવાળી પર્વનો તહેવાર મનાવવા માટે પોતાના વતનમાં જઈ રહ્યા હતા. ત્યારે આજે થયેલા અકસ્માતમાં બાર જેટલા શ્રમજીવીઓને ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ જેટલી 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Next Story