New Update
પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ ફૂટવેરની દુકાનમાંથી પુરવઠા વિભાગે ગેસના 25 સિલિન્ડર કબજે કર્યા છે
પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હાલોલમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હાલોલ પનોરમાં ચોકડી પાસે આવેલ ફૂટવેરની દુકાનમાં ગેસના સીલીન્ડર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જેમાં ફૂટવેરની દુકાનમાંથી ગેસના 25 જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા.પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડર અને ટેમ્પો મળી રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.દુકાનદાર આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ક્યાંથી લાવ્યો એ સહિતની બાબતે પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે
Latest Stories