New Update
/connect-gujarat/media/post_banners/7f9b7a07a766504cbed4c36495472c1c91e53c5f8bbaa29858a5665cc3efba0b.webp)
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામના નિશાળ ફળિયા પાસે રહેતા નરવતભાઈ ધુળાભાઈ બજાણીયા જેઓ શનિવારના રોજ કામ અર્થે રાજકોટ જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. જેને લઈ આજ સવારે ખાંડીયા ગામે આવેલી કુણ નદીના પાસેના જંગલમાં આજુબાજુના રહીશો દ્વારા લાકડા લેવા ગયા હતા.
જેમા નરવતભાઈને એક બાવળના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમા જોવા મળતા લાકડા વીણવા આવેલા મહિલાઓ દ્વારા લોકોને જાણ કરવામાં આવી હતી. જેને લઈ સ્થાનિક લોકો દ્વારા શહેરા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ઘટનાની તજવીજ હાથ ધરી હતી. શહેરા પોલીસ દ્વારા એ. ડી. દાખલ કરી નરવતભાઈની બોડીને પી એમ અર્થે શહેરા ખસેવામાં આવ્યો હતો.