Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરાની આંગડીયા પેઢીના કર્મચારીએ જ રૂ. 47 લાખની ચોરીને આપ્યો હતો અંજામ...

પંચમહાલ એલસીબી અને બી' ડીવીઝન પોલીસની ટીમે ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઈ સીસીટીવી ફુટેજ સહીતની વિગતો તપાસ કરી હતી.

X

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીના રૂપિયા 47 લાખના મુદ્દામાલની ચોરી મામલે ગોધરા પોલીસે આંગડીયા પેઢીના 1 કર્મચારી સહીત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં મહેન્દ્ર પટેલની આંગડીયા પેઢી આવેલી છે. આ પેઢીની રોકડ રકમ 47 લાખ તેમજ મોબાઈલ સહીતની વસ્તુઓનોની ચોરીની ગુનો ગોધરા શહેર બી' ડીવીઝન પોલીસ મથકે દાખલ થયો હતો. આ મામલે પોલીસની ટીમ એક્શનમાં આવી હતી. જેમાં પંચમહાલ એલસીબી અને બી' ડીવીઝન પોલીસની ટીમે ટેક્નીકલ સર્વેલન્સની મદદ લઈ સીસીટીવી ફુટેજ સહીતની વિગતો તપાસ કરી હતી.

જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શહેરા તાલુકાના તરસંગ ગામનો ઈસમ મેહુલસિંહ તખતસિંહ સોલંકી જે આગંડીયા પેઢીમાં જ કામ કરતો હતો. તેણે તેના એક મિત્રની સાથે મળીને કાવતરૂ રચ્યું હતું. જેમાં મિત્રના મોડાસા ખાતે રહેતા એક મિત્રના ઘરે આ ચોરી કરેલો મુદ્દામાલ સંતાડી રાખવામાં આવ્યો હતો. જોકે, પોલીસે 45 લાખ રૂપિયા રોકડા અને 2 મોબાઈલ ફોન સહીતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story