પંચમહાલ : ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત પી.કે.એસ.હાઇસ્કૂલ ખાતે સાયકલોથોન-વોકેથોન યોજાય...

જિલ્લાના કાલોલના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત પી.કે.એસ.હાઇસ્કૂલ ખાતે સાયકલોથોન અને વોકેથોન યોજવામાં આવી હતી.

New Update
પંચમહાલ : ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત પી.કે.એસ.હાઇસ્કૂલ ખાતે સાયકલોથોન-વોકેથોન યોજાય...

પંચમહાલ જિલ્લાના કાલોલના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત પી.કે.એસ.હાઇસ્કૂલ ખાતે સાયકલોથોન અને વોકેથોન યોજવામાં આવી હતી. જેમાં 600થી 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પંચમહાલ કાલોલનાં ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ ,ડેરોલ સ્ટેશન અને સિમ્બાલીયન ફાઉન્ડેશન ઓફ અમદાવાદ અને રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી પી.કે.એસ.હાઇસ્કૂલ, ડેરોલ સ્ટેશન ખાતે સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિમ્બલીયન ફાઉન્ડેશનના સ્થાપક જીગ્નેશ પટેલ અને તેમની સમગ્ર ટીમ સાયક્લોથોન માટે સવારે 7:00 કલાકે વિદ્યાર્થીઓને સાથે રાખીને પોતાના વિહિકલ સાથે 60થી 70 વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે સાયકલો થોન યોજવામાં આવી હતી. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે મળીને ડેરોલ ગામ કૈવલ મંદિર સુધી વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 600થી 700 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ સાયકલોથોન દ્વારા સાયકલનું મહત્વ વિષે સજાગ બન્યા અને વોકેથોન દ્વારા જીવનમાં ચાલવાનું કેટલું મહત્વ છે, તે અંગે જાગૃત બન્યા અને સાયકલ ચલાવવા માટે તેઓ કટિબદ્ધ બન્યા હતા. સાયક્લોથન અને વોકેથોનના આયોજન બદલ જીગ્નેશ પટેલનો આભાર માનવામાં આવ્યો અને આજના ધ્વજવંદનનો કાર્યક્રમ તેમના હસ્તે યોજવામાં આવ્યો હતો. જેઓએ દીકરી વિશે ભાવનાત્મક પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. ત્યારબાદ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિભાગ પ્રમાણે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક આ એચ.કે.પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest Stories