Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : હાલોલ તાલુકા પંચાયત કચેરીની સરકારી તિજોરીમાંથી દસ્તાવેજો ગાયબ, જુઓ TDOએ શું કહ્યું..!

હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી દસ્તાવેજોની ચોરી, મહત્વના દસ્તાવેજોની ચોરી થતાં નોંધાય પોલીસ ફરિયાદ

X

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી દસ્તાવેજોની ચોરી થવાની ઘટના સામે આવી છે. તાલુકા પંચાયતની કચેરીમાં રહેલી તિજોરીમાં મુકાયેલા મહત્વના રેકોર્ડ અને દસ્તાવેજોની ચોરી થતાં તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, પંચમહાલના હાલોલ તાલુકા પંચાયત કચેરીથી મહત્વના દસ્તાવેજોની ચોરી થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જુના આવાસના મકાનમાં રાખવામાં આવેલી તિજોરીમાંથી કોઈ મહત્વના રેકર્ડ્સ ચોરી ગયું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી પામી છે. મધરાતે તસ્કરો પંચાયત કચેરીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી 3થી 4 જેટલી તિજોરીમાં રહેલા વર્ષ 1963થી 2018 સુધીના જમીન NAના હુકમો તેમજ નક્શાઓની ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે, જ્યારે રેકોર્ડની જરૂરિયાત પડતાં તાલુકા વિકાસ અધિકારીએ રૂમ ખોલાવી રેકર્ડ મંગાવ્યા હતા. જે બાદ રૂમ ખોલતાની સાથે જ રેકર્ડ ચોરી થયાનું સામે આવ્યું છે. જેથી હાલ આ સમગ્ર મામલે વિસ્તરણ અધિકારી દ્વારા હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે, હાલોલ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ચોરીમાં કોઈ નજીકના લોકોનો હાથ હોવાની શંકા હોવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Next Story