પંચમહાલ : હાલોલ જિલ્લા LCB પોલીસે ઇન્દિરા નગરના રહેણાંક મકાનમાંથી 485 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી.

New Update
પંચમહાલ : હાલોલ જિલ્લા LCB પોલીસે ઇન્દિરા નગરના રહેણાંક મકાનમાંથી 485 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી.

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસ શાખા ગોધરાની ટીમ જિલ્લામાં ચાલતી અસામાજિક દારૂની પ્રવૃત્તિને ડામવાની કોશિષમાં જોતરાઈ છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનભાઇ દેવરાજભાઈને મળેલી બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનભાઇ દેવરાજભાઈ તથા સોમાભાઈ અર્જુનભાઈએ હાલોલ શહેરના ઇન્દિરા નગર ખાતે આવેલ ભીમનાથ મહાદેવ પાસે રહેતા ઇન્દ્રસિંહ ઉર્ફે ઇન્દ્રો રણજીતસિંહ ચૌહાણના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો.

જેમાં એલસીબી પોલીસે તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના વ્હિસ્કીના ક્વાટરીયા નંગ 485 જેની કિંમત 47,045/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જોકે એલસીબી પોલીસની રેડ દરમ્યાન બુટલેગર ઇન્દ્રસિંહ ઉર્ફે ઈન્દ્રો રણજીતસિંહ ચૌહાણ ઘરે હાજર ન મળી આવતા એલસીબી પોલીસે તેની સામે હાલોલ ટાઉન પોલીસમાં મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.