/connect-gujarat/media/post_banners/455fa551d4c2699678a6c5609c29fb30c91ed6c52919d3c8db0bf7debf0eca1e.jpg)
પંચમહાલ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 4 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે, તો 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 લોકો દબાયા હતા. જે બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાય હતી. આ દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે 2 મહિલા સહિત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ હાલોલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.