Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : કાલોલ ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે એક કંપનીમાં લાગી ભીષણ આગ

કાલોલ GIDCની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગના ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા.

X

પંચમહાલના કાલોલ GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અનાજના જુના ગોડાઉન પાસેની ફેક્ટરીમાં સવારે અચાનક આગ લાગી હતી, ફેક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા કરી પેસ્ટીસાઈઝડની પ્રોડક્ટ બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે, આગ લાગવાનુ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. આગની ઘટનાને પગલે હાલોલ અને કાલોલ ફાયર વિભાગની ઘટના સ્થળ પહોચી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની સામે આવી નથી.

Next Story