Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: પાંચપથરા ગામેથી 30 લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપી પાડ્યો

પંચમહાલ: પાંચપથરા ગામેથી 30 લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપી પાડ્યો
X

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાંચપથરા ખાતે ડિલિવરી આપવા આવેલા 30 લાખ રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂને ગુણેશિયા ગામેથી પંચમહાલ જિલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે. આઇસરમાં ભરીને લાવવામાં આવતા આ દારૂના જથ્થાને નાકાબંધી કરીને પકડી પાડવામાં આવ્યો છે. દારૂના જથ્થા સાથે પોલીસે ચાર ઈસમોની અટકાયત કરી છે.પંચમહાલ જિલ્લા એલ.સી.બી ને બાતમી મળેલી કે, સુરત પાર્સિંગની એક હ્યુન્ડાઇ એસેન્ટ કારના પાયલોટિંગ સાથે આઇસર ટેમ્પામાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘોઘંબા તાલુકાના પાંચપથરા ગામે ઉતરવાનો છે. ત્યારે જિલ્લા એલ.સી.બી આ અંગે હાલોલ વોચ ગોઠવી હતી અને હાલોલથી આ એસેન્ટ ગાડી સાથે આઇસર ટેમ્પો નીકળ્યો હોવાની ખાતરી થતા જિલ્લા એલ.સી.બી એ ગુણેશિયા પાસે ગોઝારીયા ખાતે આવેલ શ્રી ગુરુકુપા આદિવાસી આશ્રમશાળાની સામે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની હ્યુન્ડાઇ કાર અને આઇસર આવતા તેમાં તપાસ કરતા આઇસર ટેમ્પામાંથી 30 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસને ટેમ્પામાંથી રોયલ બ્લુ નામના ભારતીય બનાવટના દારૂની 625 પેટી જેમાં 30 હજાર નંગ કવાર્ટરી, આ આઇસર ટેમ્પો, એસેન્ટ કાર, અને છ નંગ મોબાઈલ ફોન, વગેરે મળી 40 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસે જથ્થા સાથે મધ્યપ્રદેશના બે આરોપી રાકેશ બાબુલાલ અને કમલ બદરી લાલ રાવત સાથે કચ્છના ઇટાવડીયા નખત્રાણાના એક આરોપી નરેશભાઈ બાબુભાઈ પટેલ અને આ દારૂનો જથ્થો મંગાવનાર પાંચપથરા ગામના રાઠવા ફળિયામાં રહેતા રમેશભાઈ રણછોડભાઈ રાઠવાની ધરપકડ કરી છે. જ્યારે મધ્ય પ્રદેશના ઈદરીશભાઈ હનીફ પઠાણ અને ગોવાના દેવેન્દ્રભાઈ જયસ્વાલની પોલીસે તપાસ આરંભી છે.

Next Story