Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : મકાઈના પાક વચ્ચે ખેડૂતે કરેલી ખેતીને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

ખેડૂતે મકાઈના પાક વચ્ચે કરી હતી ગાંજાની ખેતી, પોલીસને રૂ. 6 લાખથી વધુના ગાંજાનો જથ્થો મળ્યો.

X

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર ખેડૂતની SOG પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રૂપિયા 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે ખેડૂત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરા તાલુકાના જોધપુર-શેખપુર ગામના કટારા ફળિયામાં રહેતા ખેડૂત રમેશ ખાંટ દ્વારા પોતાના મકાનની નજીક આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું, ત્યારે SOG પી.આઈ.ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ કાફલા સાથે સ્થળ પર જઈ છાપો માર્યો હતો. જેમાં ખેડૂતે પોતાના ખેતરમાં મકાઈના ઉભા પાક વચ્ચે 35 જેટલા લીલા ગાંજાના ઉગાડેલા છોડને જોઈ એક સમયે પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ મામલે SOG પોલીસે FSLની ટીમને પણ સ્થળ પર બોલાવી હતી, ત્યારે આ છોડ ગાંજાના છોડ હોવાનું FSLની ટીમે સ્થાપિત કર્યુ હતું. SOG પોલીસ દ્વારા લીલા ગાંજાના 35 છોડ જપ્ત કરી તેનું વજન કરતા 65 કિલો 970 ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે રૂપિયા 6,59,700 રૂપિયાની કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત રમેશ ખાંટને ઝડપી પાડી તેના વિરુદ્ધ નાર્કોટિક્સ એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story