પંચમહાલ : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યા 2 લાખથી વધુ માઈભક્તો, મહાકાળી માતાજીના દર્શન કરી થયા ધન્ય...

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

New Update
પંચમહાલ : પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યા 2 લાખથી વધુ માઈભક્તો, મહાકાળી માતાજીના દર્શન કરી થયા ધન્ય...

પંચમહાલ જિલ્લા સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ નોરતે લાખો માઇભક્તોએ મહાકાળી માતાજીના દર્શને આવી ધન્યતા અનુભવી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આદ્યશક્તિ આરાધનાનું પર્વ એટલે આસો નવરાત્રીને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં આવનાર ભાવિક ભક્તોની સુરક્ષા વ્યવસ્થા અર્થે પાવાગઢ તળેટીથી લઈને નિજ મંદિર સુધી 700 ઉપરાંત પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. જેનાથી પાવાગઢ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયેલું જોવા મળ્યું છે. પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોના ઘસારાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ યાત્રિકોની સુરક્ષા તેમજ સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંચી સુધી આવવા જવા માટે એસટી. વિભાગ દ્વારા 50 ઉપરાંત એસટી. બસ સતત 24 કલાક દોડાવવામાં આવી રહી છે, જ્યારે ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી સુવિધાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા પાવાગઢ તળેટી, માંચી તેમજ ડુંગર ખાતે તબીબો સહિતની ટીમ તૈનાત રાખવામાં આવી છે.