પંચમહાલ : પાવાગઢ મહાકાળી મંદિરે ભેખડ ધસી પડતા એક તરફનો માર્ગ થયો બંધ

પંચમહાલ : પાવાગઢ મહાકાળી મંદિરે ભેખડ ધસી પડતા એક તરફનો માર્ગ થયો બંધ
New Update

પાવાગઢ મહાકાળી મંદિરે જતા યાત્રાળુઓ માટે યાત્રા જોખમી બની રહી છે. માચીથી મંદિર સુધી પગપાળા જવાના રસ્તા ઉપર પથરાળ ભેખડ ધસી પડતા એક તરફનો માર્ગ બંધ કરવો પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. વિકેન્ડ દરમ્યાન મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને અગવડ ઉભી થાય એ પહેલાં પગથિયાં સાફ કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે. પથરાળ ભેખડ ધસી પડતા માર્ગ બંધ કરવાની સ્થિતી ઉભી થઈ છે.

યાત્રાધામ પાવાગઢ મહાકાળી ધામ અત્યારે તેના સોળે કળાએ ખીલેલા કુદરતી સૌંદર્યને લઈને પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. યાત્રાળુઓ સાથે આ વિસ્તારમાં વન ડે પીકનીક માટે આવતા પ્રવાસીઓ પાવાગઢ જવાનું ચુકતા નથી. ત્યારે પાવાગઢના માચીથી મંદિર જવાના માર્ગ ઉપર પાટીયા પૂલ નજીક તારાપુર દરવાજાની નીચેના ભાગે પગથિયાં ઉપર પથરાળ ભેખડ ધસી પડતા વિકેન્ડ દરમ્યાન અહીં આવતા પ્રવાસીઓને ડુંગર ઉપર જવાનું કઠિન બનશે. પ્રવાસીઓ માટે માર્ગ ઉપરના પથ્થરો જોખમી બની શકે એમ છે. માચીથી ડુંગર ઉપટ પગપાળા જવાના માર્ગ ઉપર એક તરફનો માર્ગ બંધ કરવો પડે તેવી સ્થિતિ હોઈ માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે રસ્તો ચોખ્ખો કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે. રવિવારના દિવસે અહીં લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે નીચે ઉતરતા પ્રવાસીઓ માટે માર્ગ ઉપરના પથ્થરો જોખમી બની શકે એમ છે. વહેલી તકે રસ્તો ચાલુ કરાવવામાં આવે તે જરૂરી બન્યું

સતત વરસેલા વરસાદને પગલે પાવાગઢ તારાપુર દરવાજા નીચેના પગથિયાં ઉપર પાણી સાથે પથ્થરો અને માટી ધોવાઈને આવી જતાં હાલ આ રસ્તા ઉપર અવર જવર થઈ શકે એમ નથી. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે રસ્તો ચાલુ કરાવવામાં આવે તે જરૂરી છે.

#ConnectGujarat #Panchmahal #Pavagadh Mahakali Temple #Road closed
Here are a few more articles:
Read the Next Article