પંચમહાલ : રાજગઢ પોલીસે બાઈક સ્પેરપાર્ટની ચોરી કરનાર 3 આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ

પંચમહાલ : રાજગઢ પોલીસે બાઈક સ્પેરપાર્ટની ચોરી કરનાર 3 આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ
New Update

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી LCB શાખાના PI એન.એલ.દેસાઈને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણ શોધાયેલા મિલ્કતને લગતા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જેથી એલસીબી સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા જરૂરી સૂચનાઓ કરી હતી. જેથી ગોધરા LCB શાખાના પોલીસને માહિતી મળી હતી કે, રફિક અલી મકસુદ અલી મકરાની (રહે. રાજગઢ પાલ્લા0ના ગેરેજના મારેલા તાળા તોડી ચોરી કરેલી. જે મુદ્દામાલને વેચવા માટે પેરવી કરી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમી LCB PSI S.R.શર્માને મળી હતી. જેથી એલસીબી શાખાની ટીમ રણજીત નગર જીતેન્દ્રભાઈ બારીયાના ઘરે તપાસ કરતા ચેન ચક્કર, બેટરી, ટાંકી લોક કલચ વાયર,બ્રેક વાયર એક્સીલેટર વાયર ઓઇલ પેટી હેડલાઇટ મળી 77,750ના મુદ્દામાલ સાથે ત્રણ જણની અટકાયત કરી હતી.

પકડાયેલા આરોપી

1.જીતેન્દ્ર જશવંતભાઈ બારીયા (રહે. રણજીત નગર બાડવા ફળિયા ઘોઘંબા)

2. ભૂમેશ ઉર્ફે જયેશભાઈ ભલીયાભાઈ રાઠવા (રહે. ચેલાવાડા કોઠી ફળિયા ઘોઘંબા)

3.રાજુ મોહનભાઈ રાઠવા (રહે.નવા ઢિકવા ટેકર ફળિયા હાલોલ)

ઉપરોક્ત આરોપીઓની ધનિષ્ઠ પૂછપરછ કરતા 13/ 09 /22 ના રોજ રાત્રિના બે વાગ્યાના સુમારે ત્રણે જણાએ ભેગા મળીને ઘોઘંબા બજારમાં આવેલ દુકાન ગેરેજના શટલનું લોક તોડી દુકાનમાં પ્રવેશ કરી ઉપરોક્ત પકડાયેલ બાઈકના સ્પેરપાર્ટની ચોરીની કબુલાત કરી હતી. આમ રાજગઢ પોલીસના ઘરફોટ ચોરીના અનડીટેકટ ગુનાઓને LCB શાખાએ ડિટેક્ટ કર્યા હતા.

#ConnectGujarat #arrested #Panchmahal #Along #Rajgarh Police
Here are a few more articles:
Read the Next Article