New Update
/connect-gujarat/media/post_banners/c79741adeda55289621a89b44d24ca7df627528eec5b824f3b181594749a7b0b.webp)
કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના હોવાની આશંકા છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
હાલ તામામ લોકોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ ફાયર ફાઈટર સહિત મામલતદાર અને ગોધરા પ્રાંત અધિકારીની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. જાણવા મળ્યા મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીક રહેલા લોકોના હાથ-પગની ચામડી નીકળી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા બે લોકોને હાલ વડોદરા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
Latest Stories