પંચમહાલ: શહેરામા સૂર્યની ફરતે કાંઈક એવું દેખાયું કે લોકોમાં સર્જાયું કુતૂહલ

પંચમહાલ: શહેરામા સૂર્યની ફરતે કાંઈક એવું દેખાયું કે લોકોમાં સર્જાયું કુતૂહલ
New Update

સૌર મંડળમાં અનેક ખગોળીય ઘટના બનતી હોય છે. જેના કારણે લોકોમાં કૂતૂહલ સર્જાય છે. ત્યારે આવી એક ઘટના પંચમહાલ જીલ્લામા જોવા મળી હતી. શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારોમા આજે આકાશ સવારથી જ વાદળછાયું જોવા મળ્યુ હતું.

આકાશમાં બપોરના સમયે સુર્યની આસપાસ ગોળ ચક્રો દેખાતાં લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાઈ હતી. સૂર્યની નજીકમાં ફરતે ગોળ ગોળ ચક્રો દેખાતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૂર્યની આસપાસ ચક્રો દેખાતાં આ પ્રથમ વખત દેખાયાની લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી છે.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં સૂર્ય ફરતે વલય દેખાયું હતુ. ખગોળીય ઘટનાનો અદભુત નજારો જોવાનો લાભ લોકોએ લીધો હતો.

#Panchmahal #people #Sun #Something #appeared #curiosity #ConnrctGujarat
Here are a few more articles:
Read the Next Article