પંચમહાલ: કલોલમાં ગેરકયાદેસર રેતી ખનન પર તંત્રના દરોડા

પંચમહાલ કાલોલના શામળદેવી શિશુમંદિર પાછળ ગોમા નદી પટમાં ખાણખનીજ વિભાગે છાપો મારી ગેરકાયદે રેતી ખનન કરતા રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો

New Update
 ગેરકાયદે રેતી ખનન
પંચમહાલ કાલોલના શામળદેવી શિશુમંદિર પાછળ ગોમા નદી પટમાં ખાણખનીજ વિભાગે છાપો મારી ગેરકાયદે રેતી ખનન કરતા રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો
પંચમહાલ જિલ્લાના કાલોલનાં શામળદેવી બસસ્ટેન્ડ શિશુ મંદિર પાછળના વિસ્તારમાં આવેલી ગોમા નદીના પટમાં  ઘણા સમયથી ખનન માફિયાઓ દ્વારા બેફામપણે તદ્દન ગેરકાયદે રેતી ઉલેચીને ધમધમતો વેપલો ચાલી રહ્યો હોય જેની સામે તંત્ર દ્વારા અવારનવાર છાપો મારીને મુદામાલ ઝડપી લીધા પછી પણ રેતી ખનન માફિયાઓને કોઈ અસર થતી નથી કે રેતી ખનન બંધ થયું નથી.
કાલોલ પંથકમાં મોટાભાગનું રેતી ખનન સરકારી અધિકારીઓના વાહનોની વોચ ગોઠવીને મોટા ભાગનું ખનન થતું હોવાથી ખનન માફિયાઓ આબાદ છટકી જતા હોય છે. જે મધ્યે તાજેતરમાં બુધવારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગના આકસ્મિક ચેકીંગ દરમ્યાન શિશુ મંદિર પાછળના ભાગમાં ખાણ ખનીજ વિભાગે અસરકારક રીતે છાપો મારતાં નદી પટમાંથી રેતી ખનન કરતું એક જેસીબી મશીન અને એક ટ્રેકટર ઝડપાયું હતું. જેના જેસીબી મશીનના ચાલક કે ટ્રેકટર ચાલક પાસે રેતી ખનન કે વહન કરી જવા અંગે કોઈ પાસ કે પરવાનો નહીં હોવાને પગલે ખાણ ખનીજ વિભાગે જેસીબી મશીનના માલિક સુનિલ મનુભાઈ બેલદાર અને ટ્રેકટર માલિક સુરેન્દ્ર અનંતલાલ જોષી વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા માટે રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી જેસીબી અને ટ્રેકટરને કાલોલ મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યા હતા.
Latest Stories