પંચમહાલ : શહેરા તાલુકા મહેલાણ ગામના યુવકની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર

New Update
પંચમહાલ : શહેરા તાલુકા મહેલાણ ગામના યુવકની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા મહેલાણ ગામના યુવકની લાશ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવક નવરાત્રીના ગરબા નિહાળવા પોતાના મિત્રો સાથે ગયો હતો.યુવકની લાશ છાયણાં ગામે આવેલા એક કુવામાંથી સવારે મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા યુવક લાશ કુવામાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા પોલીસે આ મામલે એડી નોઁધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરીવારે જુવાનજોંધ દિકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જીલ્લા શહેરા તાલૂકાના મહેલાણ ગામે રહેતો લંકેશ નિનામા પોતાના બે મિત્રો સાથે નવા મહેલાણ ગામે નવરાત્રીના ગરબા જોવા ગયા હતો.રાત્રીના ત્રણ વાગે તેમના મિત્રો લંકેશના ઘરે આવ્યા હતા.તેમના પરિવારજનોને પુછ્યુ હતુ. કે લંકેશ ઘરે આવ્યો છે? ત્યારે પરિવારજનોને ના પાડી હતી. મિત્રોએ જણાવ્યુ હતુ કે અમે ત્રણેય મિત્રો છાયણાં ગામે ગરબા જોવા ઉભા હતા.તેવામાં લંકેશના મોબાઈલ પર ફોન આવ્યો હતો.લંકેશે કહ્યુ કે નવરાત્રીના અવાજમાં સંભળાતુ નથી.તે ચાલતો ચાલતો રસ્તે જતો રહ્યો હતો.ત્યારબાદ તેમના મોબાઇલ પર ફોન કરતા ફોન સ્વીચઓફ આવતો હતો.આથી આજુબાજુ ગરબામાં તપાસ કરતા મળી આવ્યો ન હતો.આથી અમે તમારી પાસે આવ્યા હતા.પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામા આવી હતી. જ્યાથી યુવક ગુમ થયો હતો.ત્યા તપાસ હાથ ધરી હતી.કુવામાથી યુવકની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા યૂવકના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.યુવકની લાશને કુવામાંથી બહાર કાઢીને શહેરા પોસ્ટમોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. શહેરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories