Connect Gujarat
ગુજરાત

પાટણ: પ્રાચીન સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરીનો શુંભારંભ,વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત

સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામાં આવ્યો

X

પાટણ જીલ્લામાં યોજાયો કાર્યક્રમ

સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરીનો શુંભારંભ

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત

મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા ઉપસ્થિત

યોજનાનો લોકોને મળશે લાભ

ગુજરાતની પ્રાચીન સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરીનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે. જેનો ઉલેખ્ખ આપણાં વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. આ પ્રસંગે જળસંપતિ વિભાગ અધિક સચિવ એમ.ડી.પટેલ, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, જીલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story