/connect-gujarat/media/post_banners/128c4670c67bc62ddd8cbe23e53efbc48ea0de868ce19b502fc12a903edf5f5d.jpg)
પાટણના રાધનપૂરમાં આવેલું છે કુતાસરી ગામ
ગામનો જવાન સેનામાં જોડાયો
ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યુ ભવ્ય સ્વાગત
પાટણના રાધનપુર તાલુકાના કુતાસરી ગામના જવાને 11 માસની આકરી ટ્રેનીંગ પૂર્ણ કરાઇ સેનામાં ભરતી મેળવતા તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના રાણા સમાજનુંનો જવાન દેશની રક્ષા કાજે ભારતીય ફોજમાં જોડાતા તેની 11 માસની ટ્રેનિંગ પૂર્ણ કરી તેમના વતન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુતાસરી ગામ ખાતે આવી રાધનપુર અંબિકા સોસાયટી પાસેથી તેમના ઘર સુધી ભવ્ય યાત્રા કાઢી તેમનું સામૈયુ કરવામાં આવ્યું.આ પ્રસંગે રાણા સમાજના લોકો અને અન્ય મહાનુભવો મોટી સંખ્યામાં જોડાયા હતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ ખાતે રહેતા ખેડૂત પુત્ર રાણા મનીષકુમાર ડાયાજી 30 જૂન 2022 માં ગાંધીનગર ખાતે આવેલ ટ્રેનિંગ સેન્ટરની અંદર હાજર થઈ બેંગ્લોર ખાતે 11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન કુંતાસરી ગામ ખાતે આવતા રાધનપુરની અંબિકા સોસાયટી રોડ ઉપરથી કુંતાષરી ગામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી