હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન
'નારીશક્તિ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
નારીશક્તિ વંદના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાયા
સ્વસહાય જૂથની મહિલાઓને 250 કરોડની સહાય અર્પણ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'નારીશક્તિ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 'નારી શક્તિ વંદના' કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત થકી 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ. 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્વસહાય જૂથ મંડળની બહેનોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના રૂ. 305.03 કરોડના કુલ 145 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.