સેવા, સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે આયોજન
પાટણ 42 ગામ લેઉવા પાટીદાર યુવા મંડળના કાર્યાલયનો શુભારંભ
બ્રહ્માકુમારીના નીલમ દીદીના હસ્તે રીબીન કાપી શુભારંભ કરાયો
સમાજના લોકોને સુવિધા ઉપલબ્ધ કરવા કાર્યાલયનો શુભારંભ
મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો રહ્યા ઉપસ્થિત
સેવા, સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે પાટણ 42 ગામ લેઉવા પાટીદાર યુવા મંડળના અદ્ધતન કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.
42 ગામ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સેવા, સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી રહી છે, ત્યારે 42 ગામ લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત પાટણ-ડીસા હાઈવે માગૅ પર આવેલ મંગલમ સ્કવેર ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાયૉલયના શુભારંભનો મુખ્ય ઉદેશ 42 ગામ લેઉવા પાટીદાર સમાજના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ પાટણ ખાતે આવે, ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદેશથી આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. કાર્યાલયના શુભારંભ પ્રસંગે યુવા મંડળ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત સમૂહ લગ્નનું મુહૂર્ત અને તારીખ નક્કી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, સમાજના આગેવાનો કાનજી પટેલ, મણી પટેલ, વલ્લભ પટેલ,ભરત પટેલ, મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાંમાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.