Connect Gujarat
ગુજરાત

મેટ્રીમોની સાઈટ પર યુવક-યુવતીઓ શોધતા લોકો આ ખાસ વાંચજો, વડોદરામાં નોંધાયો અનોખો કિસ્સો..

મેટ્રીમોની સાઈટ પર યુવક-યુવતીઓ શોધતા લોકો આ ખાસ વાંચજો, વડોદરામાં નોંધાયો અનોખો કિસ્સો..
X

લગ્ન માટે સીધો અને સરળ રસ્તો શોધતા લોકો માટે આ કિસ્સો ચેતવણી રૂપ સાબીત થઇ શકે છે. મેટ્રીમોની સાઇટ પર મળ્યાં બાદ અનેક લોકોએ દગાબાજી કરી હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે વડોદરા સાઇબર ક્રાઇમમાં એક અનોખો કિસ્સો નોંધાયો છે. જેમાં એક યુવતી સાથે ઓનલાઇન મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપી ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂ. 12.67 લાખ પડાવી લીધા હતા. જોકે આ સમગ્ર મામલો વડોદરા સાઇબર ક્રાઇમ પાસે પહોંચતા પોલીસે ભોપાલથી આ ઠગબાજની ધરપકડ કરી છે.

વડોદરા સાઇબર ક્રાઇમમાં યુવતીએ નોઁધાવેલી ફરીયાદ અનુસાર, વર્ષ 2019, જુલાઇ મહિનામાં મેટ્રીમોની સાઇટ પર યુવતીને પોતાનો મોબાઇલ નંબર આપી પોતે અનુરાગ શર્મા હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ વોટ્સઅપ તથા ઇન્સ્ટાગ્રામ અને વોઇસ કોલથી યુવતી સાથે વાત કરી તેનો વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં યુવતી સાથેના અંગત પળોના ફોટા તથા વીડિયો મેળવી તેને વાઇરલ કરવાની ધમકી આપી રૂ. 12,67,864 લાખ પડાવી લીધા હતા.

મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત હુઝુર ખાતે રહેતો રોહીતકુમાર સીંગએ મેટ્રીમોની સાઇટ તથા જુદા જુદા સોશિયલ મીડિયા એલ્પિકેશન પર પોતાના ફેક પ્રોફાઇલ બનાવી રાખી હતી, જેમાં પોતે ખુબ ધનવાન હોવાની વિગતો લખી અને સોશિયલ મીડિયા એલ્પિકેશનમાં જુદી જુદી વૈભવી કાર સાથેના ફોટા અપલોડ કર્યાં હતા. આ કરવા પાછળનુ કારણ હતું કે, ખરાઇ કરવા કોઇ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરે તો તેને ખાતરી થાય કે છોકરો કરોડપતિ છે. આમ કરી તે યુવતીઓનો વિશ્વાસ કેળવતો અને બાદમાં ફસાવીને તેમના ફોટા વીડિયો વાઇરલ કવાની ધમકી આપી રૂપિયા પડાવી લેતો હતો.

વડોદરા સાઇબર ક્રાઇમના હાથે ચઢેલો ઠગબાજ રોહીતકુમાર 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે તેની પુછતાછમાં એવી વિગતો મળી છે કે, તે પોતાની ઓળખ ડોકટર તરીકેની આપી છોકરીઓને નોકરીની લાલચ આપતો અને તેમની પાસેથી અશ્લીલ માગણી કરી હતો.

Next Story