/connect-gujarat/media/post_banners/18ed84a306b6ca6ba2231daec6b2454eb75f216ecdfbdb61dc03e5032ada0627.webp)
પંચમહાલ જિલ્લાના ગોધરામાં નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થતાં વોર્ડ નં. 1ના ડોડપા તળાવ ખાતે આવેલા લક્ષ્મીનગર, રાધા માધવ પાર્ક, સરસ્વતી સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી તથા અન્ય સોસાયટીના રહીશો છેલ્લા ચાર વર્ષથી પોતાની સોસાયટીના મેઇન રોડ ઉપર ચોમાસાના વરસાદી પાણીના ભરાવાના લીધે અવર જવર કરવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેને લીધે ત્યાંના બાળકોના અભ્યાસ ઉપર અસર જોવા મળી રહી છે. કારણ કે રિક્ષા ચાલકો અને વાનનોચાલકો બાળકોને સોસાયટીમાં લેવા ન જતા બાળકોને એકથી બે ફૂટ પાણીમાંથી પસાર થઈને આવું પડે છે. જ્યારે કેટલાક રિક્ષાચાલકો બાળકોને લેવા આવે છે તો જીવના જોખમે મુસાફરી કરી લઈ જાય છે.
બીજી બાજુ આ વિસ્તારના સ્થાનીક ઉંમરલાયક વૃદ્ધોને અવર જવર કરવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લઇ આજે સોસાયટીના રહીશો ભેગા મળીને ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી અનેતાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ તેમજ રસ્તાની મરામત, સ્ટ્રીટ લાઈટ બાબતને લઈ રજૂઆત કરી હતી.