ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીની લીધી મુલાકાત, મેટ્રોમાં કરી મુસાફરી

ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને રૂપિયા 8000 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમજ સૂર્ય ઘર યોજનાના લાભર્થીની ઘરની મુલાકાત પણ લીધી હતી,

New Update
modi in gujarat

ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને રૂપિયા 8000 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમજ સૂર્ય ઘર યોજનાના લાભર્થીની ઘરની મુલાકાત પણ લીધી હતી,તેમજ પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ધઘાટન કરી લીલીઝંડી આપી હતી,અને મેટ્રોમાં મુસાફરી કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન ગાંધીનગરના સેક્ટર-સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ધઘાટન કરી લીલીઝંડી આપી હતી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી.  

ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની શરૂઆત થતા અમદાવાદથી ગાંધીનગર ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓસરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોનો સમય બચશે. આ ઉપરાંત ગુજરાત બહારથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા લોકો અને વિદેશી મહેમાનોને અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચવામાં સરળતા રહેશે. 

જાણવા મળ્યા મુજબ મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-મેટ્રો સ્ટેશન સુધી સવારે થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે.

Latest Stories