/connect-gujarat/media/post_banners/3156af168a70863cf2c90b81a24c7ad7217d4b1456165541eca54d8a7800f566.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો છે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શાહીબાગથી શરુ થયો છે. રાત્રે સરસપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કર્યા હતા.
રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા છે. તેઓ એરપોર્ટથી વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ રોડ શો યોજ્યો છે. શહેરના શાહીબાગથી સારંગપુર સુધી રોડ શો યોજ્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો.
આ રોડ શો દરમિયાન નગર દેવી ભદ્રકાળી માતાજીના પ્રધાનમંત્રી મોદીએ દર્શન કર્યા હતા. લાલ દરવાજામાં આવેલા ભદ્રકાળીના મંદિરમાં જઈ પ્રધાનમંત્રીએ મહાકાળી માતાજીની આરતી ઉતારી અને પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર નરેન્દ્ર મોદીએ ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરી છે.