કન્જેક્ટિવાઇટિસના આઇડ્રોપ ખૂટતા હાલોલ સરકારી દવાખાનામાં દર્દીઓની કફોડી સ્થિતિ

New Update
કન્જેક્ટિવાઇટિસના આઇડ્રોપ ખૂટતા હાલોલ સરકારી દવાખાનામાં દર્દીઓની કફોડી સ્થિતિ

હાલોલ નગરમાં ઝડપથી ફેલાઈ રહેલા કન્જેક્ટિવાઇટિસ ચેપને કારણે દર્દીઓની સંખામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સવારે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 200 જેટલા દર્દીઓને આ ચેપી વાયરસની સારવાર અપાવામાં આવી હતી. જો કે સરકારી દવાખાનામાં આંખોમાં નાખવાના ટીપાં 'મોક્ષી ફ્લોક્સ' ખૂટી જતા દર્દીઓને માત્ર એન્ટી બાયોટીક આપી સારવાર કરવામાં આવી રહી છે. દર્દીઓ આંખોમાં નાખવાના ટીપાં બજારમાંથી ખરીદવા ફરી રહ્યા છે, પરંતુ બજારમાં પણ આ ટીપાંની અછત હોવાથી ટીપાં મળી રહ્યા નથી.

હાલોલના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આંખોમાં લાગતા ચેપની સારવાર કરાવવા આવતા દર્દીઓને આપવામાં આવતા ટીપાં ખૂટી જતા દવા બારી ઉપર ટીપાં ખુટી ગયા હોવાનું બોર્ડ લગાવવમાં આવ્યું છે. કન્જેક્ટિવાઇટિસ ચેપની સારવાર માટે જરૂરી 'મોક્ષી ફ્લોક્સ' નામના આઇડ્રોપ સરકારી દવાખાનામાં ખૂટી ગયા છે. ત્યારે બજારમાં આ ડ્રોપ માટે દર્દીઓએ રૂ. 100થી રૂ. 120નો ખર્ચ કરી મેળવવા પડી રહ્યા છે.ગઈકાલે સોમવારે સાંજે મેડિકલ ઓફિસરે 500થી વધારે દર્દીઓને સારવાર આપી હતી. જેમાં 100 જેટલા દર્દીઓને હાઈડ્રોક ફૂટી જતા માત્ર એન્ટીબાયોટિક આપી સારવાર આપવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ દવાખાનામાં આંખોની સારવાર કરાવવા આવનારા દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

હાલોલમાં પાછલા એક અઠવાડિયાથી લોકોને આંખોમાં ચેપ લાગવાની કન્જેક્ટિવાઇટિસ નામની બીમારીએ ભરડામાં લીધા છે. ત્યારે લોકો આંખો લાલ થઈ જવાની અને સોજા આવી જવાની આ તકલીફની સારવાર કરાવવા માટે ખાનગી અને સરકારી દવાખાનાઓ બહાર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે. ત્યારે આઇડ્રોપની અછત વધુને વધુ ફેલાઈ રહેલા આ ચેપ સામે ચિંતાનો વિષય બની છે.મેડિકલ ઓફિસરે જણાવ્યું છે કે, ગઈકાલે ટીપાં ખૂટી ગયા છે. આજે પણ સવારથી બે કલાકમાં 200 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જે દર્દીઓને ટીપાંની અછતને કારણે માત્ર એન્ટિબાયોટીક આપવામાં આવી રહી છે. આઇડ્રોપ અંહી તપાસ કરતા મેડિકલ સ્ટોરમાં આ ડ્રોપ અલગ અલગ કંપનીઓની મળી રહી છે. જેની MRP રૂ. 120થી રૂ. 140ની આસપાસની હોવાનું અને હાલોલમાં આ 'મોક્ષી ફ્લોક્સ' નામના ટીપાંની અછત હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ આંખોના આ પિંક આઈ નામની બીમારી ગરીબ દર્દીઓને લાલા આંખોએ રડાવી રહી છે.

Latest Stories