New Update
/connect-gujarat/media/post_banners/9679cfe7e5ea36639aa41cc31dad98a4dcd7c971dc6c930d3ddc433e742b359a.jpg)
ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય "સૌરાષ્ટ્ર તમિલ સંગમ" સોમનાથના દરિયા કિનારે યોજાશે, ત્યારે આ અવસરે સોમનાથ મંદિરની આસપાસ પ્રભાસ ક્ષેત્રને ગુજરાતના કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે. ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે 90 કરતા પણ વધુ ચિત્રોથી પ્રભાસ તીર્થને સજાવ્યું છે. આ તમામ ચિત્રોમાં પ્રતિકરૂપે વહાણવટા માફક હિજરતથી લઈ અને તમિલ સંસ્કૃતિનું તેમજ પ્રભાસની ભૂમિ પર રહેલા વિવિધ તીર્થક્ષેત્રની ઐતિહાસિક ધરોહરનું અનોખું સાયુજ્ય દર્શાવવામાં આવ્યું છે.
Latest Stories