/connect-gujarat/media/post_banners/d2f1e3e82dcc85eb89117ef526e7986413dd95c4bb8b99450b1d66afa1ea3b25.webp)
અમદાવાદમાં આવતીકાલ એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. તેઓ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમની શરૂઆત સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. અમદાવાદના ઓગણજમાં 600 એકર જમીનમાં મહોત્સવ યોજાવાનો છે. BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.
બીએપીએસ સંસ્થા દ્ધારા અમદાવાદના ઓગણજ પાસે મહિનાઓની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર બનાવ્યું છે. 14 ડિસેમ્બરથી શરૂ થનાર મહોત્સવની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દિલ્લી જેવું જ અક્ષરધામ તૈયાર કરાયું છે. જેમાં ખૂબ જ સુંદર રીતે નકશીકામ કરાયું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી હરિભક્તો અમદાવાદમાં આવી રહ્યા છે. ખાસ કરીને યૂએસ, યૂકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાભરના દેશોમાંથી હરિભક્તો અને મહેમાનો પહોંચશે.