/connect-gujarat/media/media_files/2025/10/17/guj-2025-10-17-10-41-56.jpg)
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે, આજે સવારે 11 વાગ્યા બાદ શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે, ત્યારે હવે ગુજરાતનું નવા મંત્રીમંડળ કેવુ હશે, કોને કોને સ્થાન મળશે તેને લઇને માહિતી સામે આવી રહી છે.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની રચના માટે રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારથી ફોન આવવાના શરૂ થઇ ચૂક્યા છે. અત્યારે સુધી જુના મંત્રીમંડળના 16 પૈકા 6 મંત્રીઓને રિપીટ કરાયા છે. હાલમાં મળતી તાજા માહિતી પ્રમાણે, ધારાસભ્ય ઋષિકેશ પટેલે મંત્રીમંડળમાં સામેલ થવા માટે ફોન આવ્યાની પુષ્ટિ કરાઇ છે. ઋષિકેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ નક્કી છે.
સવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલાક ધારાસભ્યોને ફોન કરીને મંત્રીમંડળમાં સામેલ થવા માટે જાણકારી આપી છે. આ ઉપરાંત પ્રફુલ્લ પાનસેરિયાને મુખ્યમંત્રીએ ફોન કરી જાણકારી આપી હોવાની વાતની પણ પુષ્ટી થઇ છે. કુંવરજી બાવળિયાને પણ મુખ્યમંત્રીએ ફોન કરી જાણકારી આપી છે. પરસોત્તમ સોલંકીને પણ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણકારી આપી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના બે ધારાસભ્યને ફોન આવી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના બે ધારાસભ્યને પણ ફોન આવી ચૂક્યા છે. કનુભાઈ દેસાઈનું મંત્રી મંડળમાં સ્થાન નક્કી છે,
આ ઉપરાંત અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ નક્કી છે. રમેશ કટારાનો પણ મંત્રી મંડળમાં સમાવેશ નક્કી છે. નવા મંત્રી મંડળમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ થશે. પી.સી.બરંડા, જયરામ ગામિત અને નરેશ પટેલનો સમાવેશ થશે. સરકારમાં એસટી સમાજને મહત્વ આપવામાં આવશે આ ત્રણેય ધારાસભ્યો ભિલોડા, નિઝર અને ગણદેવીથી આદિવાસી વિસ્તારમાંથી આવે છે.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું મંત્રી મંડળમાં સ્થાન નક્કી છે, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ફોન કરી શપથની જાણકારી અપાઇ છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને શપથ માટે જાણકારી અપાઈ છે. અર્જુન મોઢવાડિયાનો દાદા સરકારના નવા મંત્રી મંડળમાં સમાવેશ નક્કી છે. અર્જુન મોઢવાડિયાને શપથ લેવા જાણકારી અપાઈ છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને શપથની જાણકારી અપાઈ છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ ફોન આવ્યો છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને પણ ફોન આવ્યો છે. દર્શનાબેન વાઘેલાને પણ શપથ લેવા માટે ફોન આવ્યો છે. જીતુ વાઘાણીને મંત્રી શપથ લેવા માટે ફોન આવ્યો છે. કચ્છથી ત્રિકમ છાંગાને શપથ લેવા ફોન આવ્યો છે. જયરામ ગામિતને શપથ લેવા ફોન આવ્યો છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને ફોન આવ્યો છે.
જે નામ સામે આવી રહ્યા છે તેમાથી પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, સી.જે. ચાવડા, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક નવા ચહેરાઓ જોવા મળી શકે છે.
ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે (એટલે ​​કે, ગૃહની કુલ સંખ્યાના 15%). આ મહિનાની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા. પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપની "એક વ્યક્તિ, એક પદ" નીતિને કારણે આ વખતે જગદીશ વિશ્વકર્મા મંત્રી પરિષદમાં સામેલ થશે નહીં.
મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.