Connect Gujarat
ગુજરાત

ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી, કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં આ નેતાઓને મળી શકે છે સ્થાન

ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી, કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં આ નેતાઓને મળી શકે છે સ્થાન
X

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે છે, CWCમાં મોટો ફેરફાર થઈ શકે છે. 25 સ્થાયી સભ્યો ઉપરાંત વર્તમાન CWCમાં કેટલાક વિશેષ આમંત્રિતો અને મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ જેવી આગળની સંસ્થાઓના વડાઓ પણ સામેલ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાયપુરમાં યોજાયેલા કૉંગ્રેસના પૂર્ણ સત્ર દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને CWC સભ્યોને ચૂંટવાને બદલે નોમિનેટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસે તેની કાર્યકારી સમિતિમાં SC, ST, OBC, મહિલાઓ, યુવાનો અને લઘુમતીઓને 50 ટકા અનામત આપવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો હતો. પાર્ટીએ CWC સભ્યોની સંખ્યા પણ 25 થી વધારીને 35 કરી હતી. ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નવો ઓક્સિજન ભરવા માટે નવી પ્રતિભાઓને લાવવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, CWCમાં પ્રવેશ માટે રમેશ ચેન્નીથલા, રાજ્યસભા સાંસદ રંજીત રંજન, પૂર્વ દલિત કોંગ્રેસ પ્રમુખ નીતિન રાઉત, કર્ણાટકના વરિષ્ઠ નેતા બીકે હરિપ્રસાદ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબોધકાંત સહાયના નામ પર ચર્ચા થઈ રહી છે.

Next Story