ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં દ્રૌપદી મુર્મૂ મુલાકાત આવી રહ્યાં છે. અહીં ધરમપુર ખાતેના રાજચંદ્ર આશ્રમના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે, આ દરમિયાન રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે.
દ્રૌપદી મુર્મૂ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમમાં પહોંચશે, અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઉદ્ઘાટન થશે. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યના 8 જિલ્લાના આદીમ જૂથના લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ સંવાદ પણ કરશે. ખાસ વાત છે કે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રીમદ્ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કરશે, અને સાથે સાથે જિન મંદિરમાં પણ જશે. હાલના દિવસોમાં રાજચંદ્ર આશ્રમમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.