વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું આ તારીખે કરશે ઉદ્ઘાટન, જાણો

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું આ તારીખે કરશે ઉદ્ઘાટન, જાણો

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં તરભ ખાતે ઉપસ્થિત રહશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે.

અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારકા શહેરમાં આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. સિગ્નેચર બ્રિજ ખાતે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પુલ પર ગીતાના શ્લોકો લખેલા પથ્થરના શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા દ્વારકાની મુલાકાતે આવતા લોકો અને પ્રવાસીઓ ગીતા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો વિશે જાણી શકશે. જેને હિન્દીની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સિગ્નેચર બ્રિજના થાંભલાઓ પર મોરના પીંછા કોતરવામાં આવ્યા છે. એટલું જ નહીં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ દ્વારકાનો વિકાસ થઈ રહ્યો છે. PM મોદી દ્વારકાની મુલાકાત પહેલા અબુધાબી પણ જવાના છે. ત્યાં તેઓ BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories