વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું આ તારીખે કરશે ઉદ્ઘાટન, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું આ તારીખે કરશે ઉદ્ઘાટન, જાણો
New Update

અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં તરભ ખાતે ઉપસ્થિત રહશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે.

અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારકા શહેરમાં આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. સિગ્નેચર બ્રિજ ખાતે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પુલ પર ગીતાના શ્લોકો લખેલા પથ્થરના શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા દ્વારકાની મુલાકાતે આવતા લોકો અને પ્રવાસીઓ ગીતા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો વિશે જાણી શકશે. જેને હિન્દીની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સિગ્નેચર બ્રિજના થાંભલાઓ પર મોરના પીંછા કોતરવામાં આવ્યા છે. એટલું જ નહીં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ દ્વારકાનો વિકાસ થઈ રહ્યો છે. PM મોદી દ્વારકાની મુલાકાત પહેલા અબુધાબી પણ જવાના છે. ત્યાં તેઓ BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

#India #inaugurate #Prime Minister Narendra Modi #Dwarka #Bet Dwarka #signature bridge
Here are a few more articles:
Read the Next Article