New Update
/connect-gujarat/media/post_banners/251b5f87255e2aa62f477a6a81420046636a17ccdaabf7874db7ee601f5900ec.webp)
વલસાડ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા વલસાડ SOGની ટીમે ઝુંબેશ હાથ ધરી હતી. જે અંતરગત વાપી GIDC પોલીસ મથકે 2014માં હત્યાના નોંધાયેલા ગુનાનો આરોપી પ્રેમસિંગ ઉર્ફે સાધુ ઉર્ફે સેન્દાબાબા બાબુરામ નિશાદ હાલ દલાઇપુર ગામની આસપાસ થમુના નદીના કિનારે બાકે બિહારી મંદીર પાસે આગ્રા, ઉત્તરપ્રદેશ ખાતે જોવા મળ્યો હોવાની ચોક્કસ બાતમી SOGની ટીમને મળી હતી.
જેના આધારે SOGના પી.એસ.આઈ. PSI આઇ.કે.મિસ્ત્રીએ તેમની ટીમ સાથે ઉત્તરપ્રદેશ પહોંચી હત્યાના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પી.એસ.આઈ આઈ.કે.મિસ્ત્રીની આ સરાહનીય કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવાય હતી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે તેઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.