રાજ્યના 160થી વધુ કેન્દ્ર પર આજથી ટેકાના ભાવની ખરીદીનો થશે પ્રારંભ

રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે આજથી ખરીદી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

New Update
ઠેકા
Advertisment

રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે આજથી ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી પ્રારંભ કરાવશે. આજથી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે. આજથી 90 દિવસ સુધી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

Advertisment

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા,કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 329552 ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ,અડદ,સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના 1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે.             

Latest Stories