ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂર્ણ, કાર્યક્રમ ટૂંકાવી તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા

રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરાશે.

ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂર્ણ, કાર્યક્રમ ટૂંકાવી તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા
New Update

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરાશે. આજે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા. હાલ બારડોલીમાં સભા રદ કરી રાહુલ ગાંધી વ્યારા પહોંચ્યા છે. જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોને સંબોધ્યા હતા.

#GujaratConnect #Rahul Gandhi Bharat Jodo Nyay Yatra #ભારત જોડો યાત્રા #રાહુલ ગાંધી #Bharat Jodo Nyay Yatra
Here are a few more articles:
Read the Next Article