ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા

New Update
ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોઁધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને ગૃહિણીઓએ વેક્સીનના બે ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે હાલ બંન્ને મહિલાઓને કરાઈ હોમ આઈસોલેટ કરવામાં આવી છે.

ભારતમાં કોરોનાના નવા વેરીએન્ટ તથા કેરળ અને ઉતરપ્રદેશમાં પાંચના મોત બાદ હવે ચિંતા વધવા લાગી છે તે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓના ટેકનીકલ લીડે પણ શ્વાસ સંબંધી બિમારીઓ પર એલર્ટ આપ્યુ છે તથા કોરોનાના નવા વેરીઅન્ટ અંગે પણ વિશ્વના દેશોને એલર્ટ કર્યા છે તથા તકેદારી વધારવા માટે પણ સલાહ આપી છે.આ માટે સોશિયલ મીડીયા પર એક વીડિયો અપલોડ કરીને તેમણે આ પ્રકારની બિમારી ફેલાવા માટેના કારણ પણ દર્શાવ્યા હતા.

#India #Corona #Gandhinagar #Gujarat #Re-entry #ConnectGujarat
Latest Stories