/connect-gujarat/media/media_files/tcCKyLmxGc04dUiZuF7O.jpeg)
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળ માટે શપથ લઈ લીધા છે. આ વખતે સૌની નજર એ વાત પણ ટકી હતી કે મંત્રીમંડળમાં કોને સામેલ કરશે? અને એમાંથી ગુજરાતના મંત્રીઓ કેટલા હશે? મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. જે સંખ્યા આ વખતે ઘટીને 6 થઈ ગઈ છે. જેમાં ગુજરાતના પણ દિગ્ગજ નેતાઓની સાથે જ નવા ચહેરાઓને પણ સ્થાન મળી ગયું. જેમાંથી એક એવું નામ છે ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા નિમુબેન સહિત સીઆર પાટિલ, મનસુખ માંડવીયા,એસ જયશંકર,અમિત શાહ,જેપી નડાને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીમાં સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ વિધિ યોજાઇ હતી જેમાં મોદી સહિત 72 મંત્રીઓએ શપથ લીધા તમામ મંત્રીઓને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંએ શપથ લેવડાવ્યા હતા શપથ ગ્રહણ સમારોહમાં બૉલીવુડના સિતારાઓ બીજનેસ મેં સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગેએ પણ હાજરી આપી હતી