ભાજપમાં આજે ભરતી મેળો, બે પૂર્વ ધારાસભ્ય સહિત 2 હજાર લોકો કેસરીયો કરશે ધારણ

New Update
ભાજપમાં આજે ભરતી મેળો, બે પૂર્વ ધારાસભ્ય સહિત 2 હજાર લોકો કેસરીયો કરશે ધારણ

આજે ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો યોજાશે, આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા, જે ગુજરાતમાં આપની ટિકીટ પર ચૂંટણી જીત્યા હતા, અને પહેલીવાર વિધાનસભા પહોંચ્યા હતા. આજે આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે, એકપછી વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. આ કડીમાં હવે આજે શનિવારે કેટલાક નેતાઓ કેસરિયો ધારણ કરશે. 3 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં ફરી ભરતીમેળો શરૂ થશે. શનિવારે 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે.

આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત AAPના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચૂડાસમા પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકી ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી ભાજપમાં જોડાશે. આવતીકાલે ભેસાણ ખાતે સવારે 11 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 2 હજાર લોકોને ભાજપમાં જોડશે.

જૂનાગઢમાં આજે પૂર્વ MLA ભૂપત ભાયાણી ભાજપમા જોડાશે, તેમની સાથે સાથે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાશે. ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં આ કાર્યક્રમ યોજાશે. સંભવિત રીતે સીઆર પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિસાવદર વિધાનસભામાંથી આપ પાર્ટીમાંથી ભાયાણી ચૂંટાયા હતા. તો વળી, અરવિંદ લાડાણીએ ગઇ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતુ. ભાયાણી અને લાડાણીના સમર્થકો પણ ભાજપમાં જોડાશે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે

Latest Stories