આજે સૌરાષ્ટ્ર કરછમાં વરસાદનું રેડ એલર્ટ, મધ્ય-દક્ષિણ ગુજરાતને મળી શકે છે રાહત !

ગુજરાત | Featured | સમાચાર, રાજ્ય પર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો

rain
New Update

રાજ્ય પર વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે, તો અનેક સ્થળે પાણી પણ ભરાયા છે, ત્યારે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. સાથે હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ. અમરેલી,ભાવનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પરિસ્થિતિ આવી જ રહેવાની છે. જ્યારે મધ્ય ગુજરાતને આંશિક રાહત મળી શકે છે. આપને જણાવીએ કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તો મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે.

#South Gujarat #Saurashtra #red alert of rain
Here are a few more articles:
Read the Next Article