વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક.........

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક.........
New Update

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકોનો ઉપક્રમ તેમના મુંબઈના એક દિવસીય પ્રવાસ મુલાકાત દરમ્યાન પ્રયોજ્યો છે. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન, P&Gના એમડી શ્રી એલ.વી. વૈદ્યનાથન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ ક્ષમતાઓ ધરાવતું ૮૦ વર્ષથી વધુ જૂનું ઉદ્યોગ જૂથ છે.


L&T કન્સ્ટ્રક્શન્સ દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR)ના અમુક વિભાગોને એક્ઝિક્યુટ કરી રહ્યું છે. કંપનીએ સુરતના હજીરામાં K9 વજ્ર ટેન્કનું નિર્માણ કર્યુ છે. આ ઉપરાંત હઝીરા ખાતે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈસીસ પ્રોસેસ આધારિત ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કર્યું છે. શ્રી વૈદ્યનાથને મુખ્યમંત્રીશ્રીને કંપની વિશે માહિતગાર કરતા કહ્યું હતું કે, P&Gની સ્થાપના ૧૮૦ વર્ષ પહેલાં કરાઈ હતી. હાલમાં વિક્સ, એરિયલ, ટાઇડ, વ્હિસ્પર, ઓલે, જિલેટ, અંબીપુર, પેમ્પર્સ, પેન્ટેન, ઓરલ-બી હર્બલ એસેન્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, બ્રૌન અને ઓલ્ડ સ્પાઈસ સહિતની વિશ્વસનીય, ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ સાથે માર્કેટમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે. આ તમામ ઉત્પાદનો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ, 95 ટકાથી વધુ ઉત્પાદન સ્થાનિક રીતે કરવામાં આવે છે. P&Gનો 2015થી અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની પણ ચર્ચા તેમણે મુખ્યમંત્રીશ્રી સાથે કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તેમને વાયબ્રન્ટ ૨૦૨૪માં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

#Gujarat #ConnectGujarat #Mumbai #Chief Minister Bhupendra Patel #Industrialists #Gujarat Global Summit-2024
Here are a few more articles:
Read the Next Article