રાહતના સમાચાર ! વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 1.50 નો ઘટાડો કરાયો

New Update
રાહતના સમાચાર ! વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 1.50 નો ઘટાડો કરાયો
Advertisment

વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરા શહેરમાં પાઇપ્ડ ગેસ પુરો પાડવામાં આવે છે. વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં રૂ. 1.50 નો ઘટાડો કરવામાં આવ્યાની જાહેરાત કરી છે. જેને કારણે મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.વડોદરા ગેસ લિ. શહેરમાં 2 લાખથી વધુ ઘરોમાં પાઇપ્ડ ગેસ પુરો પાડે છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસની બેઝીક ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ. 1.50 નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ. 48 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા. હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ. 46.50 ચુકવવા પડશે.

Advertisment

આ સાથે જ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ટેક્સ સહ રૂ. 10 અને સીએનજીના ભાવમાં કિલોદીઠ રૂ. 6.10 નો ઘટાડો કરવામાં આવ્યો છે.

Latest Stories