મોંઘવારીથી સામાન્ય જનતાબે રાહત, ખાદ્યતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો!

New Update
મોંઘવારીથી સામાન્ય જનતાબે રાહત, ખાદ્યતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો!

મગફળીનો નવો પાક આવવાની ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા. મગફળીની બમ્પર આવક થતા સિંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. રાજકોટમાં તેલ બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા વીસ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે 200 રૂપિયા જ્યારે સિંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલ બજારમાં અને યાર્ડોમાં મગફળીની આવકોમાં વધારો હતો. પણ હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંગતેલમાં કોઈ ફેરફાર હતો અને નહીં ભાવ સ્થિર રહ્યા હતા.

હાલમાં અન્ય તેલની કિંમતો પણ કોઈ ખાસ ફેરફાર થયો નથી. સિંગતેલના 15 કિલોના 2600થી 2650 તો સિંગતેલ લેબલ નવા 2410થી 2460 છે. કપાસિયાના 15 કિલોના 2085થી 2135 થયા છે. જ્યારે પામોલીનના 1530થી 1535, સનફ્લાવરના 2150થી 2230, મકાઈ તેલના 1970થી 2040, સરસીયુ તેલના 2270થી 2290નો ભાવ રહ્યો હતો. તેમજ વનસ્પતિના 1500થી 1610, કોપરેલના 2410થી 2460 અને દિવેલના 2490થી 2520ના ભાવો હતા.

Read the Next Article

જૂનાગઢ પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની દુભાઈ ધાર્મિક લાગણી

ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે..

New Update
  • પવિત્ર દામોદર કુંડની ખદબદતી હાલત

  • કુંડમાં ભળી રહ્યા છે ગટરના ગંદા પાણી

  • પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ

  • મનપાનું તંત્ર કુંડની પવિત્રતા જાળવી ન શક્યું

  • શ્રદ્ધાળુઓની કુંડની દુર્દશાથી ધાર્મિક લાગણી દુભાઈ

જુનાગઢનું પ્રાચીન તીર્થધામ દામોદર કુંડ ગટરના ગંદા પાણીથી ખદબદતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે,અને તંત્ર દ્વારા કરોડો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કુંડની પવિત્રતા જાળવી શક્યા ન હોવાનું શ્રદ્ધાળુઓ રોષપૂર્વક જણાવી રહ્યા છે.

ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગણાતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રસ્તે પવિત્ર અને અતિ પ્રાચીન દામોદર કુંડ છે,જ્યાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃ તર્પણ કરવા આવે  છેપરંતુ હાલ દામોદર કુંડની દુર્દશા થઈ છેગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી ન્હાવા લાયક પણ રહ્યું નથી અહીં પિતૃ તર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથીઅને ભાવિકોએ સરકારને વિનંતી સાથે જણાવ્યું કે કુંડની પવિત્રતા જળવાય તેવી કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે.

આ પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવા અગાઉ તંત્ર દ્વારા 8 કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી,પણ તંત્રના પાપે પવિત્ર કુંડ દૂષિત બન્યો છેઆજરોજ કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટરને આમંત્રણ આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણામૃત લેવા પધારવા જણાવ્યું હતું પણ એક પણ પદાધિકારી કે અધિકારી ફરકયા જ નહોતા8 કરોડ જેટલી રકમ કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું રોષપૂર્વક તેઓએ જણાવ્યું હતું.

Latest Stories