યુવાનને રોમિયોગીરી કરવી ભારે પડી મહિલાઓએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો ભરૂચનો વિડિઓ વાયરલ

ભરૂચ જિલ્લામાં છેડતી અને બળાત્કારના કિસ્સાઓમાં સતત વધારો નોંધાયો છે ત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા રોડ તરફની એક સોસાયટીમાં એક રોમિયોગીરી કરનારને સ્થાનિક મહિલાઓએ ઝડપી પાડી અને ચપ્પલોથી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરતા પોલીસે પણ રોમિયોગીરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી છે
ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં પણ હવે રોમિયોગીરી વધી રહી છે અને ઝાડેશ્વર ચોકડીથી તવરા રોડ તરફ જવાના માર્ગ ઉપર એક સોસાયટીમાં એક રોમિયોગીરી કરનારને સોસાયટીના રહીશોએ ઝડપી પાડ્યો હતો અને કેટલીક મહિલાઓએ રોમિયોગીરી કરનારને પોતાના ચંપલોથી મોઢા અને ગાલ તથા માથાના ભાગે માર મારી મેથીપાક ચખાડ્યો હતો અને સ્થાનિકોએ આખરે પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ આવે ત્યાં સુધી તો રોમિયોગીરી કરનારને મહિલાઓએ ચપ્પલ વાળી કરી તેની રોમિયોગીરી ભુલાડી દેવાના પ્રયાસો કર્યા હતા અને પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી આખરે રોમિયોગીરી કરનારને ટોળાની વચ્ચેથી પોલીસ મથકે લઈ જય તેની સામે કાર્યવાહી હાથ ધરી.