Connect Gujarat
ગુજરાત

રૂ. 4,500 કરોડના ખર્ચે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું કરાશે નિર્માણ...

X

નિર્માણ પામશે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ

કેન્દ્ર અને ગુજરાત સરકારે સહિયારો પ્રોજેક્ટ્ હાથ ધર્યો

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે, ત્યારે પુરાતન બંદર લોથલના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું નિર્માણ થઈ રહ્યું છે.

અંદાજે રૂપિયા 4,500 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ કોમ્પ્લેક્સમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી થઈ રહેલી પ્રોજેક્ટ્ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અઘ્યક્ષતા ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક માં મુખ્યમંત્રી તેમજ કેન્દ્ર સરકારના મંત્રી સર્વાનંદ સોનેવાલ, મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી શ્રીપાદ નાઈક અને શાંતનુ ઠાકુર તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચીવો તેમજ ઈન્ડીયન નેવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story