સાબરકાંઠા : એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત, પરિવારે મોદી સરકારને કરી વિનંતી.

કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે

New Update

 

કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપસ હાથ ધરાઇ હતી જેમાં સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે જેને લઈ પરિવારે મોદી સરકારને સંબંધીઓને સુરક્ષિત પાછા લાવવા વિનંતી કરી હતી.

12 જૂનના રોજ વહેલી સવારે કુવૈતમાં 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં કુલ 50 લોકોના મોત થયા હતાજેમાં 45 ભારતીય હતા. આ બિલ્ડિંગમાં 196 શ્રમીકો રહેતા હતાજેમાંથી મોટાભાગના ભારતીય હતા જે આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઇ છેત્યારે કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુવૈતમાં ભીષણ આગની ઘટના બાદ તપાસ હાથ ધરાઇ છેત્યારે કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ ગુજરાતીઓની ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ અટકાયત કરાયેલા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કુવૈતમાં દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરાઇ છે. અટકાયત કરાયેલા ગુજરાતીઓને છોડાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કેઆ લોકો ગેરકાયદેસર ત્યાં હોવાના આરોપ સાથે અટકાયત કરવામાં આવી છે. કુવૈતમાં જે આગ લાગી હતી અને જેમાં અનેક ભારતીય લોકોના મોત થયા હતાતે બાદ તપાસ કરતા અલગ-અલગ જગ્યાએથી આ 10 લોકો મળી આવ્યા હતા. આ લોકોની અટકાયત કરતાં ઇન્ડિયન એમ્બેસી અને ત્યાંની એમ્બેસી સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે તેમને ટૂંક સમયમાં પરત ભારત લવાશે. જોકેઆ સમાચાર મળતાં પરિવારમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Latest Stories