/connect-gujarat/media/media_files/OLCfaR4RkdIy7d13YKOa.webp)
કાચિંડો
અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ ખખડધજ બની ગયા છે.જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.શહેરમાં સ્ટેશન રોડથી ભરૂચીનાક સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે.રોડ પરથી પસાર થતા વાહનચાલકો સારા રસ્તા માટેની માંગ કરી રહ્યા છે.જે વિસ્તારમાં રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા હતા,ત્યાં ફરીથી ખાડા પડી ગયા હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. નગરપાલિકાનું તંત્ર નગરજનોને સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં રસ્તા ખખડધજ બનતા આગામી ગણેશોત્સવને લઈને તમામ રસ્તાઓ નવીનીકરણની માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત મહાવીર ટર્નિંગ પાસે નવા બનાવેલા રોડ પર પણ ખાડા પડ્યા પડી જતા વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા ગુણવત્તાયુકત રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.