હિંમતનગરના દેશાસણ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત
યુવાને BBAનો અભ્યાસ છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું
ઓર્ગેનિક ખેતી થકી યુવા ખેડૂત મેળવતો બમણી આવક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ દેશાસણ ગામના એક યુવાન કે, જેણે BBAનો અભ્યાસ છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું છે. આ યુવા ખેડૂત ઓર્ગેનિક ખેતી થકી બમણી આવક મેળવી રહ્યો છે. વિરલ પટેલ નામના 25 વર્ષીય ખેડૂતે BBAનો અભ્યાસ કર્યો છે. જે બાદ વિરલ પટેલ કુદરતી ખેતી શરૂ કરે તે પહેલા દેશી ગાયને પાળવામાં આવી હતી. ખેડૂતે એક ગાયમાંથી 25 ગાય લાવીને ખેતી શરૂ કરી હતી. ગાયના છાણ અને મૂત્રમાંથી અર્ક બનાવીને ખેતી કરવામાં આવે છે. ઘઉં, ચણા, શેરડી, મગફળી સહિત તમામ પ્રકારના પાકો જેમાં શેરડીનો ગોળ, સીંગદાણાના બીજનું તેલ અને ઘઉં નો પણ સમાવેશ થાય છે.
જોકે, ખેડૂત વિરલ પટેલે ધીમે ધીમે લગભગ 25 ગાયનો તબેલો બનાવ્યો છે, અને ગાયનું દૂધ તેમજ છાણ ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, ઓર્ગેનિક ખેતી થકી બમણી આવક પણ મેળવવામાં આવી રહી છે. ખેડૂત વિરલ પટેલ અને તેમનો પરિવાર વિવિધ પ્રકારના પાકની ખેતી કરે છે. ઉપરાંત હાલમાં તેઓ શેરડીનો માવો બનાવીને બજારમાં વેચે છે. ખેડૂતનું માનવું છે કે, જૈવિક ખેતીથી સરકારી નોકરી કરતાં વધુ કમાણી થઈ રહી છે, ત્યારે એક વર્ષ દરમ્યાન બમણી આવક થતાં અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.