સાબરકાંઠા : રણાસણ નજીક અલ્ટો કારમાં લાગી આગ, શોર્ટ સર્કિટથી કાર બળીને ખાક,

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ નજીક રવિવારે રાત્રે 9 વાગે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની. કાર નંબર GJ 09 M 9787ના માલિક જીજ્ઞેશભાઈ પટેલ સમયસૂચકતા વાપરીને

New Update
WhatsApp Image 2025-05-19 at 10.18.45 AM

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ નજીક રવિવારે રાત્રે 9 વાગે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની.

કાર નંબર GJ 09 M 9787ના માલિક જીજ્ઞેશભાઈ પટેલ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા આગની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે 30 મિનિટના સમયગાળામાં 2500 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે

Latest Stories